નેકનામ સીટ પર ST અનામતના ઉમેદવાર ગીતાબેન દુબરીયાની જીત સાથે કોંગ્રેસે પ્રમુખ પદ પર કબ્જો જમાવ્યોમોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગે ભાજપ છવાયું છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ શાનદાર પ્રદર્શન હોવા છતાં પણ ભાજપ માટે અપસેટ સર્જાયો છે. કારણકે નેકનામ સીટ ઉપર ST અનામતના ઉમેદવાર હારી ગયા છે. આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા હોવાથી તેઓ પ્રમુખ બનવાના છે.જિલ્લા પંચાયતની અત્યાર સુધીની મતગણતરી મુજબ મોટાભાગની બેઠકો પર ભાજપે વિજય નોંધાવ્યો છે, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ પર કોંગ્રેસનો કબ્જો રહેશે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે અત્યાર સુધીમાં માત્ર 2 બેઠકો જ આવી છે, જેમાં બગથળા અને નેકનામ સીટનો સમાવેશ થાય છે. આમ છતાં, અનામત રોસ્ટરના નિયમ મુજબ પ્રમુખ પદ કોંગ્રેસને મળવા જઈ રહ્યું છે.મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ પ્રથમ 2.5 વર્ષ માટે ST અનામત રાખવામાં આવ્યું છે. આખા જિલ્લામાં નેકનામ સીટ એકમાત્ર એવી સીટ હતી જ્યાં ST અનામત હતી અને ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ST ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ નેકનામ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન રમેશભાઈ દુબરીયાનો વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવારની હાર થઈ છે. રોસ્ટર મુજબ આ સીટ પરથી જીતનાર ઉમેદવાર જ 2.5 વર્ષ માટે પ્રમુખ બની શકે તેમ હોવાથી, ગીતાબેન દુબરીયા હવે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે. અગાઉ કોંગ્રેસે બગથળા સીટ પર પણ જીત મેળવી હતી, આમ અત્યાર સુધીમાં કોંગ્રેસ 2 સીટ જીતી છે છતાં પ્રમુખ પદ મેળવવામાં સફળ રહી છે.#Morbi #MorbiUpdate #MorbiJillaPanchayat #Election2026 #ElectionResults #GujaratElections #BJP #Congress #Neknam #Bagathala