હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામ્યો છે. હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ચરાડવા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ મોરીનો ભવ્ય વિજય થયો છે. ચંદુભાઈ મોરી 1400 મતથી વિજયી બન્યા છે. આમ હળવદ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલાવી દીધું છે.