8 વોર્ડમાં 5794 માંથી 4039 મતો નોંધાયા, કોઈપણ અરાજકતા વિના મતદાન પૂર્ણ થતાં ચૂંટણી કર્મચારીઓએ પણ ગામની પ્રશંસા કરીમોરબી: મોરબી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાનમાં મકનસર ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિકોણીય જંગ છતાં સમગ્ર ગામમાં એકદમ શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.મકનસર ગામના 8 વિવિધ વોર્ડમાં વિવિધ જાતિ અને સમાજની વસ્તી હોવા છતાં નોંધપાત્ર મતદાન થયું છે. ગામના કુલ 5794 મતદારોમાંથી 4039 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 70% મતદાન નોંધાયું છે. આ વૈવિધ્યસભર ગામમાં ચૂંટણી દરમિયાન ક્યાંય કોઈ રકઝક કે અરાજકતા જોવા મળી ન હતી. આટલા મોટા ત્રિકોણીય જંગ વચ્ચે પણ શાંતિ જળવાઈ રહેવી તે ગામ માટે મોટી સિદ્ધિ છે. ચૂંટણી બૂથ ઉપર ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ પણ ગામના આ સુમેળભર્યા માહોલની ખાસ નોંધ લીધી હતી.મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ નિખાલસ રાજનીતિની ઉત્તમ સ્થિતિ જોવા મળી હતી. ત્રણેય પાર્ટીના ઉમેદવારો અને તેમના સમર્થકો એકબીજા સાથે ખિલખિલાટ હસતા અને હળવાશથી મળતા જોવા મળ્યા હતા. તમામ પક્ષના લોકોએ રાજકીય હરીફાઈ બાજુ પર મૂકીને સાથે મળીને ઠંડા પીણાનો આનંદ માણ્યો હતો.#MorbiUpdate #Makansar #MorbiNews #GujaratElections #PanchayatElection #Voting #Democracy #PeacefulVoting #Morbi