ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની, 16 બેઠક નગરપાલિકાની 24 બેઠક અને તાલુકામા આવતી જિલ્લા પંચાયતની 3 બેઠક માટે ગઈકાલે ઉત્સાહભેર મતદાન થયું હતું. હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ના તાલુકા પ્રમુખોએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં પોતપોતાની પાર્ટીના પ્રદર્શન અંગેના દાવાઓ જાહેર કર્યા છે.ભાજપનો દાવો: તાલૂકા-જિલ્લા પંચાયત અને પાલિકામાં બહુમતીભાજપના તાલુકા પ્રમુખ દિનેશભાઈ ગડારા (નેસડા ખાનપર) ના જણાવ્યા અનુસાર ટંકારા તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપને બહુમતી મળશે. મતદારોને ભાજપના વિકાસના કાર્યોમાં પૂર્ણ વિશ્વાસ હોવાથી લોકોએ ભરી ભરીને ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે.કોંગ્રેસનો દાવો: ભાજપ સામેના રોષનો મળશે ફાયદોકોંગ્રેસના તાલુકા પ્રમુખ અશોકભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે 16 બેઠકો વાળી તાલુકા પંચાયતમાં 10 થી 11 બેઠકો કોંગ્રેસને મળશે. 24 બેઠકો વાળી નગરપાલિકામાં 15 થી 16 બેઠકો મળશે. 3 બેઠકો વાળી જિલ્લા પંચાયતમાં 2 બેઠકો કોંગ્રેસને મળશે. ઘઉંના ભાવ 400 રૂપિયા, બિયારણ-ખાતરના ડબલ ભાવ, ખેતરમાંથી વીજ લાઇન પસાર કરવી અને ખેડૂતો પર અત્યાચાર જેવા મુદ્દાઓથી લોકોમાં ભાજપ સામે રોષ છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે.આમ આદમી પાર્ટીનો દાવો: ખેડૂતો અને માલધારીઓના પ્રશ્નોના આધારે જીતઆમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરાએ સ્થાનિક પ્રશ્નોને લઈને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર 16 બેઠકો વાળી તાલુકા પંચાયતમાં 6 બેઠકો આપને મળશે. 3 બેઠકો વાળી જિલ્લા પંચાયતમાં 2 બેઠકો મળશે. નગરપાલિકામાં આપે પોતાના ઉમેદવારો ઉતાર્યા ન હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા, ખેતીના સાધનો, બિયારણ અને ખાતરમાં અસહ્ય મોંઘવારી, તેમજ માલધારીઓના દૂધના પ્રશ્નો અને ઊન પરના પ્રતિબંધ જેવા મુદ્દાઓને લઈને લોકોએ આપ પર વિશ્વાસ મૂક્યો છે.#MorbiUpdate #Tankara #GujaratElections #BJP #Congress #AAP #LocalPolitics