વિદ્યાર્થીઓએ મુન્દ્રા પોર્ટ, અદાણી પાવર અને સોલાર સહિતના ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યુંટંકારા : હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત હાઇસ્કૂલ હરબટીયાળી દ્વારા અદાણી ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 20/04/2026 ને સોમવારના રોજ યોજાયેલા આ પ્રવાસમાં શાળાનો સમગ્ર સ્ટાફ તથા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત નેકનામ માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક તરુણાબેન કોટડીયા, છત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્વેતાબેન અને હાઇસ્કૂલ હરબટીયાળીના ઉત્સાહી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ સરકારના ઉડાન પ્રોજેક્ટ અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આ ઔદ્યોગિક મુલાકાતમાં ભાગ લીધો હતો.આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સૌએ કચ્છ ખાતે 40 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા મુન્દ્રા પોર્ટ, અદાણી પાવર, અદાણી સોલાર, અદાણી વિલમાર અને અદાણી વેસ્ટપોર્ટની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમમાં આવતા ઔદ્યોગિક ક્ષેત્રના વિવિધ વિષયો અને કામગીરીને અહીં પ્રત્યક્ષ (લાઈવ) નિહાળીને ઉપયોગી માહિતી મેળવી હતી.પ્રવાસ દરમિયાન તમામ લોકો માટે અદાણી શાંતિ વિહાર ખાતે નાસ્તા, ભોજન અને આરામ માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રવાસનું સંચાલન હાઇસ્કૂલ હરબટીયાળીના આચાર્ય રોહિતભાઈ મુછારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #Harbatiyali #Education #AdaniUdaan #MundraPort #IndustrialVisit #SchoolTrip #MorbiNews