રાત્રે 9:30 કલાકે રાવળદેવ મીતભાઈ (ધારપીપળા વાળા) ડાક ડમરૂની રમઝટ બોલાવશેમોરબી : મોરબી અજા બાપાની મા મેલડીના સાનિધ્યમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે તારીખ 28/04/2026 ને મંગળવારના રોજ રાત્રે 9:30 કલાકે મોરબી 2 વિસ્તારમાં 555 ની સામે, ભડીયાદ રામ ફેક્ટરીની બાજુમાં આવેલ અજા બાપાની મા મેલડીના સાનિધ્યમાં ડાક ડમરૂની રમઝટ બોલાવવામાં આવશે.આ ધાર્મિક અવસરે જાણીતા રાવળદેવ મીતભાઈ (ધારપીપળા વાળા) ખાસ ઉપસ્થિત રહીને ડાક ડમરૂના નાદ સાથે માતાજીની આરાધના કરશે. આ ભક્તિમય કાર્યક્રમનો લાભ લેવા અને દર્શનનો લ્હાવો લેવા માટે આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DakDamru #MaaMeldi #ReligiousEvent #MorbiEvents