175 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંમોરબી: મોરબીના સનસિટી ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુરના વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળાની અમૃતવાણીમાં હનુમાન ચાલીસા કથા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.આ ધાર્મિક મહોત્સવ દરમિયાન ધર્મની સાથે માનવસેવાના ઉમદા હેતુથી સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના વિશેષ સહયોગથી એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 175 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને ધાર્મિક કાર્યની સાથે સામાજિક જવાબદારી નિભાવી હતી.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે આનંદભાઈ અઘારા, તમામ યજમાનો, સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં યુવાન ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા દ્વારા રક્તદાન કેમ્પમાં સહકાર આપનાર સંતો, આયોજકો, યજમાનો, રક્તદાતાઓ અને તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #HanumanChalisa #SanskarBloodBank #Humanity #BloodDonation