જય અંબે ગરબી મંડળ (પ્રજાપતિ યુવા ગ્રુપ) દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે કથાનું આયોજન, વ્યાસપીઠ પરથી વિપુલભાઈ વ્યાસ કથામૃતનું રસપાન કરાવશેવાંકાનેર : વાંકાનેરના સ્ટેશન રોડ પર રેલવે ફાટક પાસે, મીલ પ્લોટમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે જય અંબે ગરબી મંડળ (પ્રજાપતિ યુવા ગ્રુપ) દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનગંગા સુધાસૂત્ર (મોક્ષગાથા) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તારીખ 4/5/2026 થી શરૂ થશે અને તારીખ 10/5/2026 ના રોજ તેની પૂર્ણાહુતિ થશે.કથાનો સમય દરરોજ સવારે 9:00 થી 12:00 અને બપોરે 4:00 થી 7:00 સુધીનો રહેશે. કથાના વક્તા તરીકે વઢવાણવાળા વિપુલભાઈ વ્યાસ બિરાજમાન થશે અને શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન તરીકે સ્વ. હરજીભાઈ ટુપભાઈ નંદાસીયા, સ્વ. મણીબેન હરજીભાઈ નંદાસીયા, સ્વ. મંજુલાબેન ધનજીભાઈ નંદાસીયા, સ્વ. લતાબેન ધનજીભાઈ નંદાસીયા અને સ્વ. મધુબેન કિશોરભાઈ ચૌહાણ (હસ્તે: રંજનબેન શાંતીલાલ નંદાસીયા પરિવાર - દલડીવાળા, વાંકાનેર) છે. કથામાં આવનાર તમામ શ્રોતાઓ માટે પ્રસાદ (ભોજન) ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. કથા દરમિયાન ઉજવનારા દિવ્ય પ્રસંગો4/5/2026, સોમવાર (સવારે 8:30 કલાકે): પોથી યાત્રા5/5/2026, મંગળવાર (સવારે 10:30 કલાકે): ધ્રુવ ચરિત્ર6/5/2026, બુધવાર (સાંજે 5:30 કલાકે): નૃસિંહ પ્રાગટ્ય7/5/2026, ગુરુવાર (બપોરે 12:00 કલાકે): રામ જન્મોત્સવ7/5/2026, ગુરુવાર (સાંજે 6:00 કલાકે): કૃષ્ણ જન્મોત્સવ8/5/2026, શુક્રવાર (સાંજે 5:30 કલાકે): ગોવર્ધન મહોત્સવ9/5/2026, શનિવાર (સાંજે 5:30 કલાકે): કૃષ્ણ રૂકમણી વિવાહ10/5/2026, રવિવાર (બપોરે 3:00 કલાકે): કથા વિરામ (પરીક્ષીત મોક્ષ)આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Wankaner #BhagavatKatha #ReligiousEvent #MorbiUpdate #Gujarat #WankanerNews #Katha #Morbi