મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ : હવે 28મીએ જાહેર થશે પરિણામમોરબી: મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની મતદાન પ્રક્રિયા આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં લોકશાહીના આ પર્વમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થતા હવે તમામ ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઈ ચૂક્યું છે.આજે સાંજે મતદાનનો સમય પૂર્ણ થતાં જ ચૂંટણી ફરજ પરના સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી તમામ EVM સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સીલ કરાયેલા તમામ EVM અને સંબંધિત ચૂંટણી સાહિત્યને હવે કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રિસીવિંગ- ડિસ્પેચિંગ સેન્ટર ખાતે રવાના કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા આ માટેની તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ હવે સૌ કોઈની નજર પરિણામો પર મંડાયેલી છે. આગામી 28મી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. 28મીએ જ મતગણતરી પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે, જેનાથી સ્પષ્ટ થશે કે જનતાએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiElection #VotingCompleted #EVMSealed #Election2026 #GujaratElections #LocalBodyElection