વહેલી સવારથી 8 થી 9 મતદાન મથકોની મુલાકાતમાં સામે આવી હકીકત, ચૂંટણી તંત્રના દાવા પોકળ સાબિત થયા, વોર્ડ નંબર 5, 6 અને 10 સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીમોરબી : મોરબીમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન કરવા પહોંચેલા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 8 થી 9 મતદાન મથકોમાં પીવાના પાણી કે મંડપની વ્યવસ્થા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા પૂરતી વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ લોકોની માંગણી મુજબ દરેક વોર્ડમાં પીવાના પાણી અને મંડપનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 5 ની અંદર આવેલી 3 શાળાઓમાંથી 2 શાળામાં, વોર્ડ નંબર 6 માં આવેલી લખધીરવાસ પ્રાથમિક શાળામાં, વોર્ડ નંબર 10 ના સનાળા મતદાન મથક અને ગોકુળનગર પ્રાથમિક શાળામાં તેમજ લીલાપર ખાતે આવેલ મતદાન મથકમાં સવારના સમયે પાણી કે છાંયડાની કોઈ જ સગવડ જોવા મળી નહોતી, જેના કારણે ભારે તડકામાં મતદારોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Election #Voting #GujaratElection #VotersProblems