મતદાન મથક ઉપર સવારથી જ લાઈનો લાગી ટંકારા : આજરોજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ટંકારા નગરપાલિકાની આ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી હોય મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ મતદાન મથક પર મતદારો લાઈનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ટંકારા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ છ વૉર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. આ 6 વૉર્ડમાં કુલ 60 ઉમેદવારો મેદાને છે. 12 જેટલાં બુથોમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જેના કારણે મોટાભાગના બુથોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે.#morbi #tankara #nagarpalika #voting #votersday #election #morbiupdate