અત્યાર સુધી પ્રથમ રહેલું મોરબી હવે વાપીથી પાછળ: રાજ્યની કુલ 13 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 39.62% મતદાન નોંધાયુંમોરબી : રાજ્યની કુલ 13 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સવારે 09:00 થી બપોરે 15:00 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 39.62% મતદાન નોંધાયું છે.મોરબી મહાનગરપાલિકાનું મતદાન શરૂઆતથી જ ઉત્સાહજનક રહ્યું છે અને સવારના સમયમાં મોરબી પ્રથમ ક્રમે હતું. પરંતુ બપોરના 15:00 વાગ્યા સુધીના આંકડા મુજબ 50.34% મતદાન સાથે મોરબી હવે બીજા ક્રમે સરક્યું છે.રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની વાત કરીએ તો 53.74% ના જંગી મતદાન સાથે વાપી મહાનગરપાલિકાએ બાજી મારી છે અને તે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. જ્યારે 49.76% મતદાન સાથે નવસારી મહાનગરપાલિકા યાદીમાં ત્રીજા ક્રમે છે.#MorbiUpdate #MorbiElections #MorbiMahanagarpalika #GujaratElections #VotingUpdate #MorbiNews