ગરમીના કારણે બપોરના 3 વાગ્યા આસપાસ મતદાન મથકો સુમસામ, સાંજે ફરી ભીડ ઉમટવાની શક્યતામોરબી : લોકશાહીના મહાપર્વમાં આજે સવારથી જ જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના સમયે લોકોએ લાંબી લાઈનો લગાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, જેમ જેમ સૂર્યનો પારો ઊંચકાયો અને ગરમીનું પ્રમાણ વધ્યું, તેમ તેમ મતદાન મથકો પર મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને બપોરના સમયે મોટાભાગના બૂથ પર સન્નાટો છવાઈ ગયો છે.અત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં વોટિંગની ટકાવારી ધીમી પડી ગઈ હતી. સવારના 8 થી 12 વાગ્યા સુધીમાં જે ઝડપે મતદાન થયું હતું, તેની સરખામણીમાં બપોરના સમયે ઓછું મતદાન થશે તેવો અંદાજ છે. ગરમી અને બપોરના આરામના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. અનેક મતદાન મથકો પર પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ પણ બપોરના સમયે નવરા બેઠેલા જોવા મળ્યા હતા.જોકે, રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો મતદારોને ઘરની બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને આશા છે કે સાંજે 4 વાગ્યા પછી તાપમાનમાં ઘટાડો થતા જ ફરી એકવાર મતદાન મથકો પર મતદારોની કતારો લાગશે. છેલ્લી ઘડીના મતદાન પર તમામ રાજકીય પક્ષોની નજર ટકેલી છે, કારણ કે સાંજનું આ મતદાન જ ઉમેદવારોના ભાવિનો અંતિમ ફેંસલો કરશે.#MorbiUpdate #MorbiElections #VotingDay #MorbiNews #GujaratElections #Election2026