બેલા અને અમૃત ફીડરમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: પીજીવીસીએલના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 27/04/2026 ના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં ઘૂંટુ એસ.એસ. માંથી નીકળતા બેલા ખેતીવાડી ફીડરમાં અને ભરતનગર એસ.એસ. માંથી નીકળતા અમૃત ફીડરમાં સવારે 8:00 થી સાંજના 6:00 સુધી મેન્ટેનન્સ કામગીરી અર્થે વીજકાપ રહેશે. આ સમયગાળા દરમિયાન ઉપર મુજબના બંને ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી) તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #Ghuntu #Bharatnagar #MaintenanceWork