સામાંકાઠે મિતુલ પ્રા.શાળા, પોટરી શાળા અને નોબેલ શાળા સહિતના બુથ પર મતદારો તડકામાં શેકાવા મજબુરમોરબી : અત્યારે ઉનાળાની ઋતુમાં આકરો તડકો પડી રહ્યો હોવા છતાં પણ મોરબીના અમુક મતદાન મથકો ઉપર તંત્ર દ્વારા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે હજુ સવારનો સમય હોય અત્યારથી જ મતદારોને તડકામાં શેકાવું પડી રહ્યું છે. બપોરના સમયે મતદારોની હાલત કફોડી બનશે તેવું લાગી રહ્યું છે.મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા વિવિધ મતદાન મથકો પર છાયડાની કોઈ વ્યવસ્થા નથી. લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સામાકાંઠે વોર્ડ નંબર 5 માં આવેલી મિતુલ પ્રાથમિક શાળા, પોટરી તાલુકા શાળા, નોબેલ શાળા તથા અન્ય ઘણી શાળાઓના મતદાન મથકો પર છાંયડાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.કાળઝાળ ગરમી અને તડકામાં પણ મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં ઉભા છે. ચૂંટણી તંત્ર દ્વારા મંડપ કે છાંયડાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા મતદારોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રાંત અધિકારી અને વોર્ડ નં.5થી 9ના રિટર્નિંગ ઓફિસર પ્રવિણસિંહ જેતાવત સાથે વાત કરતા તેઓએ કહ્યું કે આ અંગે તેઓ તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરાવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Voting #Election #WardNo5 #VoterIssues