વોર્ડ 1 થી 4 માં સૌથી વધુ 10.99% મતદાન : તમામ વોર્ડમાં પુરુષોનું સરેરાશ 12.28% અને સ્ત્રીઓનું 7.35% મતદાનમોરબી: મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શરૂઆતના બે કલાક એટલે કે સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં મતદારોનો સારો ઉત્સાહ જોવા મળ્યો છે. ગરમીને કારણે મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારે જ મતદાન કરવા ઉમટ્યા હતા. સવારે 7થી 9 વાગ્યા સુધીનું મતદાન● પુરુષ મતદાતાઓએ 12.28% મતદાન કર્યું છે.● સ્ત્રી મતદાતાઓનું મતદાન 7.35% નોંધાયું છે.● પ્રથમ બે કલાકમાં મોરબીમાં કુલ સરેરાશ 9.92% મતદાન નોંધાયું છે.● વોર્ડ 1 થી 4 માં 10.99% મતદાન થયું છે.● વોર્ડ 5 થી 9 માં 8.62% મતદાન નોંધાયું છે.● વોર્ડ 10 થી 13 માં 10.26% મતદાન થયું છે.#MorbiUpdate #MorbiNews #MorbiElection #MorbiMahanagarpalika #Election2026 #Voting #GujaratElection #Morbi