મોરબી: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા સવારે 7 થી 11 વાગ્યા સુધીના એટલે કે પ્રથમ ચાર કલાકના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર મોરબીમાં સરેરાશ 25.16% મતદાન નોંધાયું છે.પ્રથમ ચાર કલાકના આંકડા મુજબ, મહિલાઓ કરતા પુરુષ મતદારોમાં મતદાનનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં પુરુષોનું મતદાન 29.06% રહ્યું છે, જ્યારે સ્ત્રીઓનું મતદાન 20.92% નોંધાયું છે.વોર્ડ વિસ્તાર મુજબ નોંધાયેલ મતદાનની ટકાવારી:વોર્ડ 1 થી 4: 27.09%વોર્ડ 5 થી 9: 23.24%વોર્ડ 10 થી 13: 25.37%ઝોન વાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં વોર્ડ 1 થી 4 ના વિસ્તારમાં સૌથી વધુ 27.09% મતદાન થયું છે. બપોરના સમયે અને ત્યારબાદ સાંજ પડતા મતદાનની ટકાવારીમાં હજુ વધુ ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.#MorbiUpdate #Morbi #MorbiElection2026 #MorbiMahanagarpalika #Election2026 #VotingTurnout #Gujarat #LocalNews #MorbiNews