પુરુષોનું 63.07% અને સ્ત્રીઓનું 54.06% મતદાન, વોર્ડ નંબર 4માં સૌથી વધુ જ્યારે વોર્ડ 7માં સૌથી ઓછું મતદાનમોરબી : મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર સવારે 07:00 થી સાંજે 5 વાગ્યા સુધીમાં મોરબીમાં કુલ 58.75% મતદાન નોંધાયું છે. જેમાં મહિલાઓ કરતા પુરુષ મતદારોમાં મતદાન પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. નોંધાયેલા આંકડા મુજબ પુરુષોએ 63.07% અને સ્ત્રીઓએ 54.06% મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરના અલગ અલગ વોર્ડની વાત કરીએ તો વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 63.1% મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું 49.13% મતદાન થયું છે.વોર્ડ મુજબ નોંધાયેલ મતદાન● વોર્ડ 1 - 61.91%● વોર્ડ 2 - 58.86%● વોર્ડ 3 - 59.62%● વોર્ડ 4 - 63.1%● વોર્ડ 5 - 57.61%● વોર્ડ 6 - 55.78%● વોર્ડ 7 - 49.13%● વોર્ડ 8 - 62.69%● વોર્ડ 9 - 58.66%● વોર્ડ 10 - 58.72%● વોર્ડ 11 - 60.37%● વોર્ડ 12 - 57.02%● વોર્ડ 13 - 58.64%#Morbi #MorbiUpdate #MorbiElection #MorbiMunicipalCorporation #VotingPercentage #Election2026 #MorbiNews #GujaratElection