અત્યાર સુધીમાં પુરુષોએ 54.71 ટકા અને મહિલાઓએ 45.59 ટકા મતદાન કર્યું, વોર્ડ નંબર 8 માં સૌથી વધુ અને વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું મતદાનમોરબી : મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે સવારથી જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બપોરના સમયે ગરમીના કારણે મતદાનની ગતિ થોડી ધીમી પડી હોવા છતાં સવારે 07:00 વાગ્યાથી બપોરના 15:00 વાગ્યા સુધીમાં સરેરાશ 50.34 ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે.ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ બપોરે 3 વાગ્યા સુધીના સમયગાળામાં મહિલાઓની સરખામણીમાં પુરુષોનું મતદાન વધારે જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં 54.71 ટકા પુરુષ મતદારોએ અને 45.59 ટકા સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે. જો વોર્ડ મુજબ મતદાનની વાત કરીએ તો, બપોરે 3 વાગ્યા સુધીમાં વોર્ડ નંબર 8 માં સૌથી વધુ 54.89 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 7 માં 40.05 ટકા નોંધાયું છે.વોર્ડ મુજબ બપોરે 3 વાગ્યા સુધીના મતદાન● વોર્ડ 1 - 52.91%● વોર્ડ 2 - 48.77%● વોર્ડ 3 - 51.17%● વોર્ડ 4 - 54.64%● વોર્ડ 5 - 48.75%● વોર્ડ 6 - 45.12%● વોર્ડ 7 - 40.05%● વોર્ડ 8 - 54.89%● વોર્ડ 9 - 52.03%● વોર્ડ 10 - 50.46%● વોર્ડ 11 - 53.96%● વોર્ડ 12 - 49.53%● વોર્ડ 13 - 48.51%#MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiElection2026 #VotingUpdate #MorbiNews #GujaratElections #Election2026 #Morbi