મતદારોમાં નારાજગી બાદ ડીવાયએસપી આલની સમજાવટ બાદ ફરી મતદાન પ્રક્રિયા શરૂમોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વોર્ડ નંબર 6 માં આવેલી લગધીરવાસ પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકમાં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા થોડા સમય માટે ખોરવાઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, લગધીરવાસ પ્રાથમિક શાળાના મતદાન મથક પર વારંવાર EVM મશીન બંધ થઈ જવાની સમસ્યા ઉભી થઈ હતી. પોતાનો કિંમતી સમય ફાળવીને મતદાન કરવા પહોંચેલા નાગરિકોને આ અડચણના કારણે લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, જેથી તેઓમાં થોડી નારાજગી અને અસંતોષ જોવા મળ્યો હતો.આ બાબતની જાણ થતા જ ડીવાયએસપી આલ સહિતના પોલીસ કર્મીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ ઉપસ્થિત મતદારોની રજૂઆતો શાંતિથી સાંભળી હતી અને લોકોને પરિસ્થિતિ અંગે માહિતગાર કરી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.પોલીસ અને ચૂંટણી અધિકારીઓની સમયસૂચકતાથી તાત્કાલિક EVM ની ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી હતી. હાલમાં આ મતદાન મથક પર મશીન વ્યવસ્થિત રીતે કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને મતદાન પ્રક્રિયા ફરીથી રાબેતા મુજબ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ ગઈ છે.#MorbiUpdate #Morbi #MorbiElection2026 #MorbiMahanagarpalika #Election2026 #EVM #Voting #Gujarat #LocalNews #MorbiNews