લોકશાહીના મહાપર્વમાં સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકોને અવશ્ય મતદાન કરવા કરી અપીલમોરબી : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ આજે રવાપર ખાતે આવેલા મતદાન મથકે જઈને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવારના સભ્યો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.સહપરિવાર મતદાન કર્યા બાદ જયંતીભાઈ રાજકોટિયાએ મોરબી જિલ્લાના નાગરિકોને એક ખાસ અપીલ કરી હતી. તેઓએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાનો મત અવશ્ય આપવો જોઈએ. 100% મતદાન થાય તે માટે તમામ મતદારોએ જાગૃત બનીને મતદાન મથકે પહોંચવું જોઈએ.#MorbiUpdate #Morbi #Voting #JayantibhaiRajkotiya #MorbiNews #Gujarat #Election #BJP #Ravapar