ટંકારા : ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આજે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી જોવા મળી હતી. અહીં એક વરરાજાએ પોતાના લગ્નના શુભ પ્રસંગની સાથે-સાથે મતાધિકારનો ઉપયોગ કરીને સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીનું પણ ઉત્તમ રીતે વહન કર્યું હતું. પોતાના જીવનના આટલા મોટા અને વ્યસ્ત પ્રસંગ વચ્ચે પણ સમય કાઢીને વરરાજાએ મતદાન મથકે પહોંચીને વોટિંગ કર્યું હતું. તેમણે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.#MorbiUpdate #Tankara #Voting #Election2026 #GujaratElection #VoterAwareness