પત્ની, પુત્ર અને પુત્રી સાથે મતદાન કરી મોરબીની જનતાને અચૂક મતદાન કરવા કરી અપીલમોરબી : મોરબી- માળિયા (મી.)ના ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયાએ લોકશાહીના મહાપર્વમાં પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવતા આજે સામાકાંઠે આવેલી રાજશ્રી વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સાથે તેમના પત્ની, પુત્ર અને પુત્રીએ પણ પોતાનો અમૂલ્ય મત આપીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી હતી. સહપરિવાર મતદાન કર્યા બાદ તેઓએ મોરબીની જનતાને એક ખાસ અપીલ કરી હતી. લોકોને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે દરેક નાગરિકે લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ. 100% મતદાન થાય તે માટે દરેક મતદારે પોતાનો કિંમતી મત અવશ્ય આપવો જોઈએ.#MorbiUpdate #Morbi #Voting #KantilalAmrutiya #MorbiNews #Gujarat #Election #VoteForDemocracy