તડકા અને ગરમીના કારણે પોલિંગ ઓફિસર ડો. એ. બી. પરમારને ગભરામણના લીધે ચક્કર આવી ગયામોરબી : મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે અનેક અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન મોરબીમાં ચૂંટણી ફરજ પર રહેલા એક સ્ટાફની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં નવા બસ સ્ટેશન પાછળ આવેલ જી. એમ. પટેલ મહિલા કોલેજ ખાતે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ સ્થળ પર ફર્સ્ટ પોલિંગ ઓફિસર તરીકે ડો. એ. બી. પરમાર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. પોતાની ફરજ દરમિયાન અચાનક જ તેઓને શારીરિક તકલીફ અનુભવાઈ હતી અને તેઓની તબિયત લથડી હતી.અધિકારીની અચાનક તબિયત બગડવા પાછળનું મુખ્ય કારણ આકરો તડકો હોવાનું જાણવા મળ્યું છે. આજના દિવસની સતત ગરમી અને તડકાના કારણે ડો. એ. બી. પરમારને ગભરામણ થવા લાગી હતી. જેના કારણે તેઓને ચક્કર આવવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiElection2026 #ElectionDuty