બપોરે 1 વાગ્યા સુધીમાં મોરબીમાં સૌથી વધુ 39.80% મતદાન નોંધાયુંમોરબી : ગુજરાત રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. લોકશાહીના આ મહાપર્વમાં મોરબીના નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર રાજ્યમાં મોરબીને અવ્વલ નંબરે રાખ્યું છે.ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, બપોરે 1 વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 13 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 31.32% મતદાન નોંધાયું છે. જેમાં મોરબી મહાનગરપાલિકા 39.80% ના જંગી મતદાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી આગળ છે. મોરબીવાસીઓમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ અને જાગૃતતા જોવા મળી રહી છે.બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ધરાવતી ટોચની 3 મહાનગરપાલિકાઓમાં મોરબી 39.80% સાથે પ્રથમ, નવસારીમાં 39.58% સાથે દ્વિતીય અને વાપી 39.00% મતદાન સાથે ત્રીજા નંબરે છે.#Morbi #MorbiUpdate #GujaratElections #LocalBodyElections #MahanagarpalikaElections #MorbiVoting #GujaratPolitics #Democracy