વિવિધ ગંભીર રોગોથી બચવાના ઉપાયો અને સ્વસ્થ જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાશેકથા સ્થળે ઓર્ગેનિક પ્રોડક્ટ્સના સ્ટોલ અને ઔષધીય રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાશેમોરબી : મોરબી શહેર તથા જિલ્લાની જનતામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને તેમના આરોગ્યમાં સુધારો થાય તેવા શુભ આશયથી મોરબીમાં પ્રખ્યાત વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની 'આયુર્વેદ કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. મધુરમ ફાઉન્ડેશન-મોરબી, સરિતા પ્રાકૃતિક ફાર્મ-નારણકા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કથા મોરબીમાં 3જી વાર યોજાવા જઈ રહી છે.આગામી તારીખ 11-05-2026 ને સોમવારના રોજ રાત્રે 8:00 થી 11:30 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શક્ત શનાળા, મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ કથામાં મેદો રોગ (વજન ઘટાડવા), સાંધાના દુ:ખાવા, કેન્સર, ડાયાબિટીસ, બી.પી., હૃદય રોગ, શ્વાસ-શરદી-એલર્જી અને ચામડીના રોગોથી બચવા માટેની સચોટ અને અનુભૂત માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત યોગ અને આયુર્વેદ થકી વિશ્વગુરુ ભારત, ગૌ સંસ્કૃતિથી વૈદિક સંસ્કૃતિનો અભ્યુદય, શ્રેષ્ઠ સંતતિ માટે ગર્ભ સંસ્કાર, વ્યસન મુક્ત યુવા ધન અને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ કિસાન જેવા વિષયો પર પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન અપાશે.આ કાર્યક્રમ મોરબીની પ્રજા માટે બિલકુલ ફ્રી રાખવામાં આવ્યો છે અને તેમાં અંદાજે 2000 જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કથા સ્થળે આયુર્વેદિક, સ્વાસ્થ્યપ્રદ અને ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે અંદાજે 10 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર લોકોને જીવંતી ડોડીના રોપા તથા ગળાના કટીંગનું ફ્રી વિતરણ કરવામાં આવશે.આ એક આરોગ્ય કથા હોવાથી અહીં ભોજન કે ઠંડા પીણાં રાખવામાં આવેલ નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ પીણું (વરિયાળી શરબત) આપવામાં આવશે. આયોજકો દ્વારા લોકોને રાત્રે 8:00 કલાકે અચૂક પોતાનું સ્થાન લઈ લેવા, અગત્યની માહિતીની નોંધ લેવા માટે નોટ અને પેન સાથે લાવવા, કાર્યક્રમ દરમિયાન મોબાઈલ સાયલન્ટ રાખવા અને પોતાની પાણીની બોટલ સાથે લાવવા ખાસ અનુરોધ કરાયો છે.કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે કથાના આયોજકો પ્રાણજીવનભાઈ કાલરિયા (મો. 9426232400) અને અશોકભાઈ મોરડિયા (મો. 8799532742) નો સંપર્ક કરી શકાશે.#Morbi #AyurvedaKatha #MorbiUpdate #HealthAwareness #Ayurveda #NaturalFarming #MorbiNews #Health #Yoga