મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અણીયારી ગામના વરરાજાએ સૌપ્રથમ મતદાન કર્યું હતું અને ત્યારબાદ જાન લઈને પરણવા માટે નીકળ્યા હતા.મોરબીના અણીયારી ગામના પ્રેમજીભાઈ હરજીવનભાઈ અહલગામાના આજે લગ્ન છે. ત્યારે તેઓએ આજે સવારે જાન પ્રસ્થાન પહેલા અણીયારી ગામની પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેઓ માળિયાના ભારતનગર ગામે પોતાની જાન લઈને જવા નીકળ્યા હતા. આમ લગ્ન પહેલા મતદાન કરીને યુવકે મતદારોને અનોખો સંદેશ આપ્યો છે.#aniyari #voting #groom #morbi #MorbiUpdate #electionnews