મોરબી: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મોરબીના વોર્ડ નંબર 6 માંથી ઈવીએમ (EVM) મશીન ખોટકાયું હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્ડ નંબર 6 માં આવેલી લગધીરવાસ પ્રાથમિક શાળાના રૂમ નંબર 2 માં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક જ EVM મશીનમાં એરર આવી ગઈ હતી. મશીનમાં એરર આવતાની સાથે જ તે બંધ પડી ગયું હતું, જેના કારણે મતદાન પ્રક્રિયા થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી.જોકે, EVM માં એરર આવતાની સાથે જ ત્યાં ફરજ બજાવતા ચૂંટણી અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા અને તાત્કાલિક મશીન ચાલુ કરવાની કામગીરીમાં લાગી ગયા હતા. અધિકારીઓની ઝડપી કામગીરીના કારણે EVM મશીન ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને ખામી દુર થતા હાલમાં આ બુથ પર મતદાન પ્રક્રિયા રાબેતા મુજબ ફરી શરૂ થઇ ગઈ છે.#MorbiUpdate #Morbi #MorbiElection2026 #MorbiMahanagarpalika #Election2026 #EVM #Voting #Gujarat #LocalNews #MorbiNews