ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે મતદાન પ્રક્રિયા દરમિયાન બૂથ નંબર 1 માં EVM મશીનમાં ખામી સર્જાતા થોડા સમય માટે મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા સત્વરે નવું મશીન મંગાવીને અડધા કલાક બાદ ફરીથી મતદાન શરૂ કરાવવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઓટાળા ગામે આવેલ બૂથ નંબર 1 માં EVM નું બેલેટ યુનિટ અચાનક ખરાબ થઈ ગયું હતું. ફરજ પરના કર્મચારીઓ દ્વારા પહેલા તે મશીનને ચાલુ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ મશીન ચાલુ થઈ શક્યું ન હતું. બેલેટ યુનિટમાં ખામી સર્જાવાના કારણે બૂથ પર અંદાજિત 30 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા બંધ રહી હતી. ત્યારબાદ તાત્કાલિક બીજું નવું બેલેટ યુનિટ મંગાવીને બદલવામાં આવ્યું હતું અને 30 મિનિટ બાદ ફરીથી મતદાન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #Tankara #Otada #Election #EVM #Voting #MorbiNews #GujaratElections