મીરબી : મોરબી જિલ્લામાં 26/04/2026 ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સાંજના 06:00 વાગ્યા સુધીનું ટેન્ટેટિવ (અંદાજિત) મતદાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોના આંકડાઓ વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. સાંજના 06:00 વાગ્યા સુધીના પ્રાપ્ત આંકડાઓ મુજબ મોરબી જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક મતદાન થયું છે. જેમાં ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ 81.27 ટકા મતદાન જોવા મળ્યું છે. જ્યારે વાંકાનેર નગરપાલિકામાં 58.56 ટકા મતદાન થયું છે.● મોરબી મહાનગરપાલિકા : 65.62%● મોરબી જિલ્લા પંચાયત : 71.09%નગરપાલિકાઓ :● ટંકારા નગરપાલિકા: 81.27%● માળીયા (મીં) નગરપાલિકા: 71.92%● વાંકાનેર નગરપાલિકા: 58.56%તાલુકા પંચાયતો :● વાંકાનેર તાલુકા પંચાયત: 77.81%● ટંકારા તાલુકા પંચાયત: 73.16%● માળીયા (મીં) તાલુકા પંચાયત: 69.11%● મોરબી તાલુકા પંચાયત: 67.38%● હળવદ તાલુકા પંચાયત: 66.81%#Morbi #MorbiUpdate #MorbiNews #LocalBodyElection2026 #MorbiElections #VotingPercentage #GujaratElections #Tankara #Wankaner #Halvad #MaliyaMiyana