મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત આજે સવારથી જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આજે 26 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધીના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. બપોર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ટંકારા નગરપાલિકા વિસ્તારમાં મતદારોનો સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બપોરના 3 વાગ્યા સુધીના આંકડા જોતા ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી સારી જોવા મળી રહી છે, જ્યારે વાંકાનેર નગરપાલિકા અને હળવદ તાલુકા પંચાયતમાં મતદાન થોડું ધીમું જણાઈ રહ્યું છે. સાંજે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ આંકડાઓમાં હજુ વધારો થવાની શક્યતા છે● મોરબી મહાનગરપાલિકા - 50.34%● મોરબી જિલ્લા પંચાયત - 54.45%નગરપાલિકાઓ● વાંકાનેર નગરપાલિકા - 41.26%● માળીયા (મીં) નગરપાલિકા - 57.37%● ટંકારા નગરપાલિકા - 66.28%તાલુકા પંચાયતો● માળીયા (મીં) તાલુકા પંચાયત - 56.39%● મોરબી તાલુકા પંચાયત - 52.33%● હળવદ તાલુકા પંચાયત - 47.90%● ટંકારા તાલુકા પંચાયત - 58.16%● વાંકાનેર તાલુકા પંચાયત - 59.43%#MorbiUpdate #MorbiElections2026 #LocalBodyElections #MorbiNews #VotingUpdate #GujaratElections #Election2026 #Morbi