પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોયાએ ટ્રાયસિકલ પર આવેલા દિવ્યાંગને તેડીને મતદાન કરાવ્યુંમોરબી: મોરબી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત મતદાન પ્રક્રિયાની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં સામાન્ય નાગરિકોની સાથે દિવ્યાંગ મતદારો પણ અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચીને અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નીમચંદ નામના એક દિવ્યાંગ મતદાર પોતાની ટ્રાયસીકલ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની આ જાગૃતતા જોઈને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોયાએ તેમને તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા અને મતદાન કરાવ્યું હતું. આ ઉપરાંત પંકજભાઈ પ્રજાપતિ અને ભાનુબેન પ્રજાપતિ નામના બંને દિવ્યાંગ મતદારોએ પણ પોતાની શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને સવારના પહોરમાં જ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiElections #LocalBodyElection #DivyangVoters #Democracy #GujaratElections #Voting