વર્ષ 2021માં નગરપાલિકાનું 55.52 ટકા મતદાન થયું હતું, તેની સરખામણીમાં મતદાનમાં 10.1% નો જંગી વધારોમોરબી: 1 જાન્યુઆરી 2025 ના રોજ મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળ્યા બાદ, વર્ષ 2026 માં પ્રથમ વખત મોરબી મહાપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ પ્રથમ ચૂંટણીમાં આજે મતદાનના દિવસે મોરબીના મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉની નગરપાલિકા સમયની ચૂંટણીઓના તમામ રેકોર્ડ તોડીને મોરબીવાસીઓએ આ વખતે બમ્પર મતદાન કર્યું છે.અગાઉ મોરબી જ્યારે નગરપાલિકા હતી ત્યારના મતદાનના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2005 માં 52.78%, વર્ષ 2010 માં 53.98%, વર્ષ 2015 માં 65.55% અને ગત વર્ષ 2021 માં 55.52% મતદાન નોંધાયું હતું. આ તમામ આંકડાઓને પાછળ રાખીને મહાપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં કુલ 65.62% જેટલું ઊંચું મતદાન થયું છે. ગત ચૂંટણી એટલે કે વર્ષ 2021 ની સરખામણી કરીએ તો મતદાનની ટકાવારીમાં સીધો 10.1% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં પુરુષ અને સ્ત્રી મતદાતાઓએ પણ લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. મોરબી મહાપાલિકાનું કુલ મતદાન 65.62% રહ્યું છે, જેમાં પુરુષોનું મતદાન 69.69% અને સ્ત્રીઓનું મતદાન 61.2% નોંધાયું છે.13 વોર્ડના મતદાનના આંકડા ● વોર્ડ 1 - 68.14%● વોર્ડ 2 - 66.56%● વોર્ડ 3 - 65.72%● વોર્ડ 4 - 70.71% (સૌથી વધુ મતદાન)● વોર્ડ 5 - 66.8%● વોર્ડ 6 - 62.94%● વોર્ડ 7 - 55.55% (સૌથી ઓછું મતદાન)● વોર્ડ 8 - 67.57%● વોર્ડ 9 - 64.61%● વોર્ડ 10 - 67.38%● વોર્ડ 11 - 66.67%● વોર્ડ 12 - 63.64%● વોર્ડ 13 - 65.67%#Morbi #MorbiUpdate #MorbiMahapalika #MorbiElection2026 #MorbiVoting #MorbiNews #GujaratElection #