ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો: સદનસીબે કોઈ જાનહાનિ નહીંમોરબી : મોરબી નજીક માળિયા રોડ પર ટીંબડીના પાટિયા પાસે મોડી રાત્રે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાત્રિના 03:40 વાગ્યાની આસપાસ કબીર આશ્રમની બાજુમાં ઉભેલા GJ 18 BV 6032 નંબરના ટ્રકની કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.નઆ ઘટનાની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ટ્રકની કેબિનમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં ટ્રકની કેબિન બળી ગઈ હતી અને મોટું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, જેના પગલે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.#MorbiUpdate #MorbiNews #Morbi #FireIncident #MorbiFireBrigade #MaliyaRoad #GujaratNews #Gujarat