પુરુષોનું 69.69% અને સ્ત્રીઓનું 61.2% મતદાન, વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 70.71 ટકા અને વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું 55.55 ટકા વોટિંગમોરબી: મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે સવારના 07:00 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. લોકશાહીના આ પર્વમાં મોરબીના નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે 6 વાગ્યા સુધીના સત્તાવાર અંદાજિત આંકડા મુજબ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ સરેરાશ 65.62% મતદાન નોંધાયું છે.મતદાનની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મહિલાઓની સરખામણીમાં પુરુષ મતદારોએ વધુ ઉત્સાહ દર્શાવ્યો છે. 07:00 થી 6 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ નોંધાયેલા પુરુષ મતદારો પૈકી 69.69% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જ્યારે સ્ત્રી મતદારોનું મતદાન 61.2% નોંધાયું છે. તમામ 13 વોર્ડના આંકડા જોતા વોર્ડ નંબર 4 ના મતદારોએ સૌથી વધુ 70.71% મતદાન કર્યું છે, જ્યારે સૌથી ઓછો ઉત્સાહ વોર્ડ નંબર 7 માં જોવા મળ્યો છે જ્યાં માત્ર 55.55% વોટિંગ થયું છે.વોર્ડ વાઇઝ મતદાન● વોર્ડ 1 - 68.14%● વોર્ડ 2 - 66.56%● વોર્ડ 3 - 65.72%● વોર્ડ 4 - 70.71%● વોર્ડ 5 - 66.8%● વોર્ડ 6 - 62.94%● વોર્ડ 7 - 55.55%● વોર્ડ 8 - 67.57%● વોર્ડ 9 - 64.61%● વોર્ડ 10 - 67.38%● વોર્ડ 11 - 66.67%● વોર્ડ 12 - 63.64%● વોર્ડ 13 - 65.67%#Morbi #MorbiMahanagarpalika #Election2026 #MorbiElections #VotingPercentage #MorbiUpdate #MorbiNews #GujaratElections #Democracy #LocalBodyElections