ચાલી ન શકતા હોવા છતાં મતદાન મથકે પહોંચ્યા, કહ્યું- 'મત વગર ચાલે જ નહીં, જીવનમાં ક્યારેય મતદાન ચૂક્યા નથી'ટંકારા : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે જિલ્લા પંચાયતની ટંકારાની લજાઈ બેઠક પર લોકશાહીના પર્વને સાર્થક કરતો એક અદભુત અને પ્રેરણાદાયક નજારો જોવા મળ્યો હતો. લજાઈ કુમાર પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર 95 વર્ષના અને 76 વર્ષના બે વૃદ્ધ મહિલાઓ ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા.95 વર્ષના રંભાબેન ઉંમરના કારણે બરાબર ચાલી પણ શકતા નથી, તેમ છતાં તેઓ ધીમે ધીમે ચાલીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં રંભાબેને જણાવ્યું હતું કે, તેઓ અત્યાર સુધીમાં એક પણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી. અગાઉના વર્ષોમાં જ્યારે તેઓ અમદાવાદ રહેતા હતા ત્યારે પણ તેમણે ત્યાં રહીને અચૂક મતદાન કર્યું હતું.જૂના સમયની બેલેટ પેપર (પેટી) પદ્ધતિ અને હાલની મશીન (EVM) પદ્ધતિ અંગે પૂછતા તેમણે કહ્યું કે, પહેલાના સમયમાં પણ સારું હતું અને અત્યારે પણ સારું છે. જે લોકો મતદાન કરવા નથી જતા તેમને ટકોર કરતા આ 95 વર્ષના વૃદ્ધાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'મતદાન દેવા આવવું જ પડે, મત તો દેવો જ પડે. મત વગર ચાલે જ નહીં.' રંભાબેનનો આ ઉત્સાહ અને જાગૃતિ મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવતા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.#Morbi #MorbiUpdate #Lajai #LocalBodyElection #PanchayatElection #VoterAwareness #Inspirational #Voting #Democracy #GujaratElections