મોક પોલ દરમિયાન 7 CU અને 2 BU ક્ષતિગ્રસ્ત નીકળ્યા : ચૂંટણી તંત્ર દ્વારા તમામ EVM રિપ્લેસ કરી દેવાયામોરબી : મોરબી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રૂપે પૂર્ણ કરવા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા દરમિયાન કેટલાક સ્થળોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં ટેકનિકલ ખામી સર્જાવાના બનાવો સામે આવ્યા હતા. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખામીયુક્ત મશીનોને બદલીને મતદાન પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મતદાન શરૂ થતા પહેલા એજન્ટોની હાજરીમાં કરવામાં આવતી મોક પોલ (Mock Poll) પ્રક્રિયા દરમિયાન કુલ 7 કંટ્રોલ યુનિટ (CU) અને 2 બેલેટ યુનિટ (BU) માં ખામી સર્જાતા તેને તાત્કાલિક રિપ્લેસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પણ મશીનો ખોટકાયા હતા, જેમાં 5 બેલેટ યુનિટ (BU) અને 5 કંટ્રોલ યુનિટ (CU) એમ કુલ 5 EVM ચેન્જ કરવાની ફરજ પડી હતી. ખામીયુક્ત મશીનો તાત્કાલિક બદલી નાખવામાં આવતા મતદાન પ્રક્રિયામાં કોઈ મોટો વિક્ષેપ પડ્યો ન હતો અને લોકોએ શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiElection #MorbiNews #EVM #Voting #GujaratElection #LocalBodyElection