મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં મોરબી કોર્પોરેશનના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 9 ચર્ચામાં રહ્યા હતા.વોર્ડ નંબર 1માં ભાજપના નારાજ સભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવડિયાએ આખી પેનલ ઉતારી ભાજપને પડકાર ફેકતા અહીં મંત્રી અને પૂર્વ પ્રમુખ વચ્ચે શાબ્દીક યુદ્ધ પણ છેડાયું હતું.બીજી તરફ વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર પાટીદાર યુવતી સાથે લગ્ન કર્યા બાદ હેરાન કરતા હોય ભાજપને ચાર ઉમેદવારોના પોસ્ટરમાંથી એક ઉમેદવારને હટાવી બાદમાં છેલ્લે તો વોર્ડ -9માં ઉમેદવારોના ફોટો વગર જ પ્રચાર કરવો પડ્યો હતો. જો કે છેલ્લા દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખની સૂચનાથી તમામ ઉમેદવારોએ એક સાથે પ્રચાર કર્યો હતો. આમ વોર્ડ નં.1 અને 9 બન્ને ચર્ચામાં રહ્યા હતા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર પ્રચારનો મારોઆ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ મતદાન દિવસ વચ્ચે માત્ર 15 દિવસ જેટલો જ સમયગાળો હોય મુખ્ય રાજકીય પક્ષો દ્વારા મોટી જાહેરસભાઓ યોજવાને બદલે મતદારોના રૂબરૂ સંપર્ક કરવાની રણનીતિ અપનાવી હતી.સાથે જ સોશિયલ મીડિયા પર પુરી તાકાતથી પ્રચાર કરી મતદારોને અંકે કરવા પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ મહેનત કરી હતી.નાયબ મુખ્ય મંત્રી સિવાય કોઈ સ્ટાર પ્રચારક ન આવ્યામોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ઉણપ રહેવાની સાથે જંગી જાહેરસભાઓનો પણ આ વખતે છેદ ઉડી ગયો હતો.જિલ્લાના એક માત્ર નાયબ મુખ્યમંત્રીએ આમરણ વિસ્તારમાં સભા કરી હતી.અન્ય સ્થાનિક સ્વરાજ્યની બેઠકોમાં ભાજપમાં સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથરીયા, પ્રકાશ વરમોરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિ રાજકોટિયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ સિહોરા એ સભાઓ યોજી હતી. જયારે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના અગ્રણીઓએ સભાઓ ગજવી હતી