મોરબી : મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા ભાજપે અગાઉ 24 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારબાદ હવે વધુ 3 કાર્યકરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા 24/04/2026 ના રોજ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાને પ્રાથમિક સદસ્યતા તથા પક્ષની બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરવામાં આવેલા 3 કાર્યકર્તાઓ:● જીતેન્દ્રભાઈ દલપતરામ રામાવત (મોરબી તાલુકો)● રવિભાઈ કેશવજીભાઇ ઘુમલ (મોરબી તાલુકો)● દિનેશભાઈ પ્રેમજીભાઈ કૈલા (મોરબી શહેર)#MorbiUpdate #Morbi #MorbiBJP #BJP #GujaratPolitics #Suspension #PoliticalNews #GujaratNews