શક્તિ વંદના ગ્રુપ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા જૂની પોસ્ટ ઓફિસ પાસે આયોજનમોરબી : મોરબી નજીકના નાની વાવડી ગામના વતની આંબાભાઈ દેવશીભાઈ મકવાણાનું ગત તારીખ 22/04/2026 ના રોજ અવસાન થયું છે. તેઓના દિવ્ય આત્માની શાંતિ અર્થે અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા મોરબીમાં નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શક્તિ વંદના ગ્રુપ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક છાશ વિતરણ મોરબીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે, જિલ્લા સેવાસદન રોડ ખાતે રાખવામાં આવ્યું હતું. રસ્તા પરથી પસાર થતાં અનેક લોકોએ આ વિતરણ વ્યવસ્થાનો લાભ લીધો હતો.#MorbiUpdate #MorbiNews #Morbi #NaniVavdi #SocialService #Tribute #FreeButtermilkDistribution