સાંજ સુધીમાં તમામ પોલિંગ સ્ટાફ બુથનો કબજો સંભાળી લેશે : 244 બેઠકો માટે 672 ઉમેદવારો મેદાને, કાલે જનાદેશ ઇવીએમમાં થશે કેદમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત, તેમજ ટંકારા, માળિયા અને વાંકાનેર નગરપાલિકાની બેઠકો માટે આ મતદાન થશે. આ તમામ ચૂંટણીઓ માટે કુલ 244 બેઠકો પર 672 જેટલા ઉમેદવારો મેદાને છે. આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા માટે આજથી જ જિલ્લામાં 5 રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ સેન્ટરો પરથી 4200 થી વધુ પોલિંગ સ્ટાફ 1900 થી વધુ EVM મશીનો સાથે તેમના સંબંધિત બૂથ સેન્ટરો પર જવા રવાના થઈ ગયો છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે 2000 થી વધુ પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે જિલ્લાના કુલ 7,39,503 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ચૂંટણી કામગીરી માટે જિલ્લાના 5 રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો● મોરબી: સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાનગરપાલિકા, મોરબી તાલુકા પંચાયત અને મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 6 બેઠકો માટેનું સેન્ટર રખાયું છે.● ટંકારા: આઈટીઆઈ ટંકારા ખાતે ટંકારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.● વાંકાનેર: અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેનું સેન્ટર છે.● માળિયા: મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે માળિયા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેનું ડિસ્પેચિંગ સેન્ટર છે.● હળવદ: મોડેલ સ્કૂલ હળવદ ખાતે હળવદ તાલુકા પંચાયત અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #LocalElections #MorbiNews #VotingTomorrow #GujaratElections #MorbiMahanagarpalika