બર્ડ કેર પ્રોજેક્ટ અંતર્ગત કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે 1000 ચકલી ઘર અને પરબડીયાનું વિનામૂલ્યે વિતરણ મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના રક્ષણ માટે એક બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો હતો. આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ચકલી ઘર તથા તેમની તૃષા છીપાવવા માટે માટીના ઠંડા કુંડા (પરબિયા)નું સત્યેશ્વર મહાદેવ મંદિરે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વ. દિવાળીબેન ચકુભાઈ ફુલતરિયાની 33 મી પુણ્યતિથિ નિમિત્તે ચકલી ઘર તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા પાણીના માટીના પરબિયાનું વિતરણ કરાયું હતું. આ કાળઝાળ ગરમીમાં ચકલી ઘર તથા પરબિયા લઈ જતા જીવદયા પ્રેમીઓ અને રાહદારીઓને સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પિન્ટુગિરિ દ્વારા વરિયાળી શરબત પીવડાવવામાં આવ્યું હતું.આ ત્રિવિધ જીવદયા સેવાકીય પ્રવૃત્તિમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના માર્ગદર્શન હેઠળ તથા રામ કબૂતર ઘરના ટ્રસ્ટી વાઘજીભાઈ ચકુભાઈ ફુલતરિયા અને તેમના પરિવારની હાજરીમાં 1000 ચકલી ઘર અને પરબિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્યના પ્રોજેકટ ચેરમેન તરીકે ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી તથા ઝેડસી કેશુભાઈ દેત્રોજા, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડી.જી. રમેશભાઈ રૂપાલા, પૂર્વ પ્રમુખ એ.એસ. સુરાણી, પાસ્ટ ખજાનચી મણીલાલ જે. કાવર, નાનજીભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલિયા, બાલુભાઈ પાચોટીયા, રશ્મિકાબેન રૂપાલા સહિત સત્યેશ્વર મહાદેવના પૂજારી તથા અન્ય સેવાભાવી ભાઈઓ જોડાયા હતા અને આ ત્રિવેણી સંગમ જેવો જીવદયા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો, તેવી માહિતી સંસ્થાના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Jivdaya #BirdCareProject #LionsClubMorbi #SocialService