સ્વ. શાંતિલાલ રેવાશંકર ઠાકર અને સ્વ. કુંદનબેન ઠાકરના મોક્ષાર્થે 23 એપ્રિલથી 1 મે સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર હંસદેવગીરી બાપુ કથાનું રસપાન કરાવશે મોરબી : મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઠાકર પરિવાર દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા સ્વ. શાંતિલાલ રેવાશંકર ઠાકર તેમજ માતા સ્વ. કુંદનબેન શાંતિલાલ ઠાકરના પરમ મોક્ષાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના નિમંત્રક મહેશભાઈ શાંતિલાલ ઠાકર અને શારદાબેન મહેશભાઈ ઠાકર છે, જ્યારે આયોજક તરીકે પંકજભાઈ શાંતિલાલ ઠાકર અને ગીતાબેન પંકજભાઈ ઠાકર સેવા આપી રહ્યા છે.આ શિવ પુરાણ નવાન્હ પારાયણનો પ્રારંભ 23-4-2026, ગુરુવારના રોજ થયો છે અને 1-5-2026, શુક્રવારના રોજ તેની પૂર્ણાહુતિ થશે. દરરોજ બપોરે 3:00 થી 6:30 કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર હંસદેવગીરી બાપુ (શિવાશ્રમ, નવાગામ-કાલાવાડ, જી. જામનગર) પોતાની સુમધુર સંગીતમય શૈલીમાં કરાવશે.કથામાં ઉજવાતા મુખ્ય પાવનકારી પ્રસંગો23-4-2026, ગુરુવારે સવારે 8:30 કલાકે શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી અને બપોરે 3:00 કલાકે કથાનો પ્રારંભ થયો હતો. 26-4-2026, રવિવારે સાંજે 6:00 કલાકે સતી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. 28-4-2026, મંગળવારે સાંજે 5:30 કલાકે શિવ પાર્વતી વિવાહ લગ્ન મહોત્સવ યોજાશે. 29-4-2026, બુધવારે સાંજે 6:00 કલાકે ગણપતિ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. 30-4-2026, ગુરુવારે સાંજે 6:00 કલાકે દ્વાદશ જ્યોતિર્લિંગ કથા અને પ્રાગટ્ય મહોત્સવ યોજાશે.આ સાથે જ 9 દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શિવ મહાપુરાણના 24000 શ્લોકનાં જપ તેમજ મહાયજ્ઞ કરવામાં આવશે. કથાની પૂર્ણાહુતિ બાદ 2-5-2026, શનિવારના રોજ સવારે 8:30 થી સાંજે 4:30 સુધી લઘુરુદ્ર અને સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકર પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતાને સહ પરિવાર સહિત આ કથામૃતનું રસપાન કરવા પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #NaviPipli #ShivMahaPuran #Katha #ReligiousEvent #Morbi