વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી, તેજસ્વી તારલાઓ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન કરાયુંમોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન - મોરબી દ્વારા પી.ડી. કાંજીયાની પ્રેરણાથી ભવ્ય “સિતારે નવયુગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી રાણીપા, વિડજા સાહેબ, આર.એસ.એસ. પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, બિલ્ડર એસોસિએશન પ્રમુખ સંતોષભાઈ શેરસિયા, VHP જિલ્લા અધ્યક્ષ જિલેશભાઈ કાલરિયા, જિલ્લા શૈક્ષિક સંઘ અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, ઉપાધ્યક્ષ સંદીપભાઈ અદ્રોજા, કેળવણી નિરીક્ષક નિલેશભાઈ કૈલા અને નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ અને સંદેશાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગણપતિ સ્તુતિ, બોલીવુડ ડાન્સ, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ, હનુમાન ચાલીસા, દોસ્તીની ધમાલ ડાન્સ, મહાભારતના ધર્મ સંસ્થાપન પર આધારિત અંતિમ અધ્યાય, ઓપરેશન સિંદૂર, વીર બાલ સાહેબજાદા, અરુણિમા સિન્હાની પ્રેરણાદાયક ગાથા, રંગભીની રાધા, બિરસા મુંડા નાટક, યોગ પ્રદર્શન અને “દીકરી વ્હાલનો દરિયો” જેવી શાનદાર કૃતિઓ રજૂ થઈ હતી. તેમજ વિદ્યાર્થીના અંતરમનની લાગણીઓને વ્યક્ત કરતી સ્પીચ ક્રિષ્ન કાંજિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત, કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. બેસ્ટ ટીચર એવોર્ડ, બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ, બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ તેમજ SSC અને HSC માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ્સ દ્વારા પ્રતિભા, મહેનત અને પ્રતિબદ્ધતાને યોગ્ય માન્યતા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન અને સંકલન મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા, પ્રિન્સિપાલ યતીન રાવલ અને તમામ સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આ કાર્યક્રમ અત્યંત ભવ્ય અને યાદગાર બની રહ્યો હતો.#Morbi #MorbiUpdate #NavyugEducation #SitareNavyug #MorbiNews #Education #CulturalEvent #MorbiSchools #GujaratNews