3 PI, 6 PSI અને 200 થી 250 GRD જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા: ડીવાયએસપી દ્વારા લોકોને નિર્ભય બની મતદાન કરવા અપીલમોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં આગામી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લોકોમાં સુરક્ષાની ભાવના જગાડવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે વાંકાનેર વિસ્તારમાં પોલીસ અને જીઆરડીના જવાનો દ્વારા એક વિશાળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંગે વાંકાનેર ડીવાયએસપી એસ. એચ.સારડાએ જણાવ્યું હતું કે, વાંકાનેર સિટી અને તાલુકા વિસ્તારમાં યોજાયેલી આ ફ્લેગ માર્ચમાં 3 PI, 6 PSI, 200 થી 250 જેટલા GRD જવાનો અને હોમગાર્ડ તેમજ એટલી જ સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ચૂંટણી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તમામ જવાનો દ્વારા સઘન બંદોબસ્ત પૂરો પાડવામાં આવશે.ડીવાયએસપી દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી હતી કે, આગામી ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ સંપૂર્ણપણે કાર્યરત રહેશે. વધુમાં, તેમણે વાંકાનેર પંથકના તમામ મતદારોને લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા ખાસ અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરેથી બહાર નીકળી, નિર્ભય બનીને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે.#MorbiUpdate #Wankaner #GujaratElections #PoliceFlagMarch #WankanerPolice #Democracy #VotingAppeal #MorbiNews