હવામાન વિભાગની ચેતવણીને પગલે નાયબ કમિશનર દ્વારા મોરબીવાસીઓને બપોરના સમયે બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલમોરબી : ભારત હવામાન વિભાગ દ્વારા 24 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પણ આવનારા 24 કલાક દરમિયાન ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના છે. ગત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40°C થી 44°C વચ્ચે નોંધાયું છે, જેના કારણે ગરમીનો પ્રભાવ વધ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજયકુમાર સોની દ્વારા 24 એપ્રિલ, 2026 ના રોજ આ અંગે સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરી માર્ગદર્શિકા આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ગરમીની અસરથી બચવા માટે ઉપરોક્ત સૂચનોનું પાલન કરે અને ખાસ કરીને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળે.આરોગ્ય સંબંધિત સાવચેતીઓ: • તડકામાં લાંબા સમય સુધી બહાર ન રહેવું. • પૂરતું પાણી પીવું, તરસ ન લાગતી હોવા છતાં પાણી પીવું. • ઓઆરએસ, છાસ, લીંબુ પાણી વગેરે પીણાં લેવા. • હળવા, ઢીલા અને સૂતરાઉ કપડાં પહેરવા. • બહાર નીકળતા માથું ઢાંકવું (ટોપી, રૂમાલ કે છત્રીનો ઉપયોગ કરવો). • વૃદ્ધ, બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે ખાસ કાળજી રાખવી. હીટ સ્ટ્રોકના લક્ષણો: • ચક્કર આવવું. • તીવ્ર તરસ લાગવી. • માથાનો દુખાવો. • ઊલટી કે બેહોશી.જો કોઈપણ વ્યક્તિમાં આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સેવા મેળવી લેવા તંત્ર દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #HeatWave #MorbiMunicipalCorporation #SummerPrecautions #GujaratWeather