26 યજ્ઞો સાથે 3 દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજનમોરબી : મોરબીના ખારીવાડી વિસ્તારમાં રામદેવપીરના ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે. ગત તારીખ 22-4-2026 થી શરૂ થયેલા આ મહોત્સવના આજે ત્રીજા દિવસે એટલે કે 24-4-2026 ના રોજ આયોજકો દ્વારા વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ભીડભંજન હનુમાનજી મંદિરની બાજુમાં રામદેવપીર મહારાજ મંદિર યોજાયેલા મહોત્સવમાં યજમાનો દ્વારા 25 સામાન્ય યજ્ઞ અને 1 મહાયજ્ઞ મળીને કુલ 26 યજ્ઞોનું આયોજન કરાયું હતું. આ સમગ્ર યજ્ઞની વિધિ આશિષભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવી હતી. ગત બે દિવસ દરમિયાન પણ દરરોજ 5000 થી 6000 જેટલા ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.આજે મહોત્સવના અંતિમ દિવસે શક્તિધામ પટાંગણમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ મહાપ્રસાદમાં ખાસ ગાયના શુદ્ધ ઘીમાંથી બનાવેલ મોહનથાળ પીરસવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, આજે અંદાજે 21000 જેટલા લોકો આ મહાપ્રસાદનો લાભ લીધો હતો.આ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ ભીડભંજન હનુમાનજી મારુતિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લતાવાસીઓના સહયોગથી યોજાયો હતો. દરેક વાડીમાંથી એક-એક ટ્રસ્ટી અને તમામ વિસ્તારના લોકોએ ખભેખભો મિલાવીને આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #RamdevPir #PranPratishtha #Khariwadi #MahaPrasad #ReligiousEvent #MorbiNews