વ્યાપક લોકસંપર્કથી મતદારોમાં અનેરો ઉત્સાહ, ઠેર-ઠેર સમર્થનથી ઉમેદવારોએ વ્યક્ત કર્યો વિજય વિશ્વાસ મોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે બરાબર જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયી પ્રસ્થાન કરતા વોર્ડ નંબર 9 ના ઉમેદવારો સઘન જનસંપર્ક કરી રહ્યા છે. લોકો પણ સ્વયંભૂ રીતે સમર્થન આપી રહ્યા છે. ઉમેદવારોની પ્રજાભિમુખ છબી અને કોઈપણ સમયે મદદ માટે તૈયાર રહેવાની તેમની કાર્યશૈલીને કારણે મતદારોમાં સુરક્ષા અને વિશ્વાસની લાગણી જન્મી છે.વોર્ડ નંબર 9 ના મજબૂત ઉમેદવારો તરીકે નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા, ભગવતીબેન મહેશભાઈ (મુકેશભાઈ) કુંડારીયા અને હિરેન પરબતભાઈ કરોતરા મેદાનમાં છે. આ તમામ ઉમેદવારો દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને લોકોના આશીર્વાદ મેળવવામાં આવી રહ્યા છે અને મતદારોનો ઉત્સાહ વધારી રહ્યા છે.ઉમેદવારોના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વૃંદાવન પાર્ક, અમી પેલેસ, સત્કાર રેસીડેન્સી, ઇન્દ્રપ્રસ્થ, ગજેન્દ્ર પાર્ક, ડિવાઇન પાર્ક, સરદાર 1-2, ધર્મવિજય 1-2-3, મરીન ડ્રાઇવ (વિજયનગર), શ્રીકુંજ 1-2, આંબાવાડી અને અવધ 1-2-4 સહિતની સોસાયટીઓમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. અહીં લોકોએ ઉમેદવારોને ઉમળકાભેર આવકાર્યા હતા.આ ઉપરાંત શ્યામ પાર્ક, સંગમ A-B-C-D, ફ્લોરા એક્ષોરા, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, ભક્તિ નિકેતન 1-2-3, ધર્મ શુભ અને રાધા કુટીર, પ્રમુખ બંગ્લોઝ, ખોડીયાર પાર્ક, બોલીવુડ તેમજ તપોવન રેસિડેન્સી જેવા વિસ્તારોમાં લોકો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. વધુમાં વૈભવનગર, શ્રીજી પાર્ક, ધર્મ લાભ અને ભરતનગર 1-2-3 ના રહીશોની મુલાકાત લઈને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. #Morbi #MorbiUpdate #MorbiNews #BJP #Election2026 #WardNo9 #Development #GujaratPolitics #KantibhaiAmrutiya #MohanbhaiKundariya #Victory #MorbiMunicipalCorporation #PublicSupport