ગાંધીચોકમા વરલીના આંકડા લખતા એકને ઝડપી લેવાયોમોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સને બી ડિવિઝન પોલીસે ઝડપી લેવાની સાથે એ ડિવિઝન પોલીસે ગાંધીચોકમાં જાહેરમાં વરલીના આંકડા લખતા એક શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી મહેશ લક્ષ્મણભાઇ આદરોજીયા રહે.મફતિયાપરા, કુબેર ટોકીઝ પાછળ અને આરોપી સાગર રાજેશભાઇ અગેચણિયા રહે.કુબેર ટોકીઝ ઢાળ વાળાને રોકડા રૂપિયા 1420 સાથે ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે ગાંધીચોક પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી આરીફ મુસ્તાકભાઈ બ્લોચ રહે.મકરાણીવાસ વાળાને રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.