ભીડભંજન હનુમાનજી મંદિર પાસે નવનિર્મિત રામદેવપીર મંદિરમાં 22 થી 24 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય સંતવાણીનું આયોજનમોરબી : મોરબીમાં નાની વાવડી રોડ પર ભીડભંજન હનુમાનજી મંદિરની બાજુમાં નવનિર્મિત રામદેવપીર મંદિરમાં રામદેવજી મહારાજના ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. દેવાંગી રામામંડળ અને ખારીવાડી લતા સમસ્ત દ્વારા 22 એપ્રિલ થી 24 એપ્રિલ 2026 સુધી આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ત્રિ-દિવસીય મહોત્સવ અંતર્ગત 22 એપ્રિલના રોજ માટી મુહૂર્ત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે આજે 23 એપ્રિલના રોજ નગર યાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત આજે રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ સંતવાણીમાં ભજન સમ્રાટ ઈશ્વરભાઈ ભાલાણી (કચ્છ), મહેશદાન ગઢવી (ભૂરા ભગત) અને સાંજીદા ગ્રુપ (જોગીરાજ પડાણા એન્ડ ગ્રુપ) ઉર્મિલા સાઉન્ડના સથવારે ભજનોની રમઝટ બોલાવશે. આ મહોત્સવમાં યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી આશિષભાઈ પંડ્યા બિરાજમાન છે.આયોજક માવજીભાઈ કણઝરીયાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે 24 એપ્રિલના રોજ શુક્રવારે બપોરે 12:15 કલાકે રામાધણીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે અને 12:30 કલાકે મહા આરતી યોજાશે. આ પાવન અવસરે આવતીકાલે બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદમાં 21,000 લોકો માટે શુદ્ધ ઘીમાંથી બનેલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RamdevpirTemple #PranPratishtha #MahaPrasad #Santvani #